પરીક્ષા
પરીક્ષા
ભણાવ્યું બે ચાર માસ્તરે,
ગણાવ્યું જવલ્લે મા સ્તરે,
કોઈએ દિમાગમાં ઉતાર્યું,
સદ્નસીબે દિલમાં ઉતાર્યું,
અવ્વલ શિષ્યે પૂરું ગોખ્યુ,
પરીક્ષા કાંટે કાચું જોખ્યું,
હતું એવું કાઢી ઓક્યું,
ઉપર મતું પાસ ઠોક્યું,
ડાહ્યે ધીરે વાગોળ્યું,
જીવનમાં પીધું ઘોળ્યું,
અંતે લીધી પરીક્ષા,
ભુલાઈ ગઈ સમીક્ષા,
અધૂરી રહી તપાસ,
પરખ થઇ નાપાસ,
આ તે કેવી ઇમ્તિહાન,
ઓળખ્યા જૂજ મહાન,
એક વાર કેવું પરીક્ષણ,
કસોટી હોય ક્ષણ ક્ષણ,
ભણાવ્યું બે ચાર માસ્તરે,
ભેદ રહ્યા ન કોઈ સ્તરે.