STORYMIRROR

Devendra Raval

Inspirational

4  

Devendra Raval

Inspirational

પ્રેમથી ભીંજવે હૃદય

પ્રેમથી ભીંજવે હૃદય

1 min
7

પ્રેમથી ભીંજવે હૃદય તે ગઝલ,

લાગણીનો ઉઠે પ્રલય તે ગઝલ.


પ્રેમની મૂંઝવણ રહે જો સતત,

ભીતરે ઉદ્ભવે વલય તે ગઝલ.


છે તફાવત ફક્ત નજરનો અહીં,

મૌનમાં થઇ જતો પ્રણય તે ગઝલ.


જે ખ઼ુદાનો કરાવે છે અનુભવ,

હારતો હોય જ્યાં સમય તે ગઝલ.


સત્યનો સાદ સાંભળે છે સદા,

ને કલમને કરે અભય તે ગઝલ.


હાર ને જીતનો સવાલ નથી,

હારમાં મેળવે વિજય તે ગઝલ.


શબ્દના નીકળે  હજાર અરથ,

શબ્દમાં થાય જે વિલય તે ગઝલ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational