STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

પ્રેમનો ફરિશ્તો

પ્રેમનો ફરિશ્તો

1 min
347

ન સમજો તમે રમત મારા પ્રેમને,

હું દિલથી તમને પ્રેમ કરૂં છું,

ફરેબી પ્રેમમાં ફસાવતા ન મુજને,

હૂકમના પાનાનો હું એક્કો છુ.


મોહની જાળમાં ન ગુંચવો મુજને,

જાળ તોડવાનો ભેદ હું જાણું છું,

ગુલામ કોઈએ કર્યો નથી મુજને,

હૂકમનો હમેશા હું બાદશાહ છુંં.


આંસુ વહાવી ન પીગળાવશો મુજને,

નકલી આંસુઓને હું ઓળખું છું,

ધમકીઓ આપી ન ડરાવો મુજને,

રણભૂમીનો હું કુશળ સેનાપતિ છું.


નફરત કરવાનો દેખાવ ન કરો મુજને,

પ્રેમનો ઘૂઘવતો હું સાગર છું,

પ્રેમથી દિલમાં સમાઈ જાવ "મુરલી",

પ્રેમની દુનીયાનો હું ફરિશ્તો છું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance