STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Romance

પ્રેમની મૂરત

પ્રેમની મૂરત

1 min
171

આજનું આકાશ મને રંગબેરંગી લાગે,

તારી સૂરત તેમાં ચમકતી લાગે,


ટમટમતાં તારલા મને સોહામણા લાગે,

તારૂં સ્મિત મુજને મધુરું લાગે,


પ્રેમનો પ્રવાહ તારો વરસતો લાગે,

તારી સુંદરતા મારા મનને ભાસે,


નજર તારી મુજને જાદુ ભરી લાગે,

અધરો તારા જામની પ્યાલી લાગે,


જામનું પાન મને આહૃલાદક લાગે,

તારી અદા તેમાં મસ્તી ભરી લાગે,


સપનામાં મુજને સતાવતી લાગે,

તારા વિના રાત વેરણ મુજને લાગે,


તારૂં સુંદરતા મુજને ચાંદ જેવી લાગે,

મુખ તારૂં મુજને તેમાં ખિલેલું લાગે,


દિવાનો તારો મારૂં મન ક્યાંય ન લાગે,

તુજને ન જોઉં તો મને અંધારું લાગે,


"મૂરલી" પ્રેમ તારો મને અનમોલ લાગે,

તું મને સાક્ષાત પ્રેમની મૂરત જેવી લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance