પ્રેમની જ્યોત જગાવી લઈએ
પ્રેમની જ્યોત જગાવી લઈએ
ચાલો હૈયામાં રહેલી લાગણીને વહાવી દઈએ,
આમ સાથે મળી આ દુઃખોને ભગાવી દઈએ.
મળી છે કોઈની બેપનાહ લાગણી તો કદર કરી લઈએ,
ચાલો એને હૈયાની તિજોરીમાં સલામત રાખી દઈએ.
ચાલ કોઈની બેસુરી જિંદગીમાં સુર છલકાવી દઈએ,
એની આંખો થી ખુશીના અશ્રુ છલકાવી દઈએ.
થોડા પ્રેમાળ શબ્દોથી રિસાયેલા ને મનાવી લઈએ,
ચાલ એના દિલમાં પ્રેમની જ્યોત જલાવી દઈએ.
એકમેકનો બની પડછાયો સદા સાથ રહી લઈએ,
એકબીજાની લાગણી આંખોમાં વંચાવી લઈએ.
ચાલ સાથે મળી એક નવી દુનિયા સજાવી લઈએ,
નફરતને દેશવટો આપણે આપી પ્રેમને વસાવી દઈએ.
