પ્રેમની અભિલાષા
પ્રેમની અભિલાષા


પ્રેમ જીવન પ્રેમ આનંદ પ્રેમ સર્વોત્તમ,
પ્રેમથી જ થાય છે પ્રભુ નો સંગમ,
પ્રેમ વગરની દુનિયામાં નથી કોઈ રંગત,
પ્રેમથી તો લાગે દુનિયા આખી સૌને જીવંત,
પ્રેમથી તો વધે લાગણી થાય નવીનતમ,
સદવિચાર ને સદગુણોનો થાય ગુણોત્તમ,
પ્રેમ માટે મીરાએ ઝેર પીધા જાણી,
પ્રેમ કરીને રાધા પણ બની દિલથી પટરાણી,
પ્રેમથી તો દુનિયા જીતી, જીત્યો મનનો પ્રેમ,
નરસિંહ જેવા ભક્તો કરતાં ઈશ્વર ને સાચો પ્રેમ,
ભગવાનને પણ હાજર કરતાં એવો એનો પ્રેમ,
એંઠા બોર ખાઈ લેતાં જોઈ અનહદ પ્રેમ,
હોય જીવનમાં દરેકને પ્રેમની અભિલાષા,
ભક્તિ કરતાં મળશે તમને પ્રેમની પરિભાષા,