STORYMIRROR

Mittal Purohit

Inspirational

4  

Mittal Purohit

Inspirational

પ્રેમે દીધી જો તમે

પ્રેમે દીધી જો તમે

1 min
230

મારા સુંદર જીવનમાં પુષ્પો ખીલવ્યા તમે,

મારા જીવન બાગને સુગંધે મહેકાવયો તમે.


મારી મહેકતી જીંદગીના બન્યા માળી તમે,

'મિતલ' નામના પુષ્પની રાખી સંભાળ તમે.


ભાર સહયો મારી ભૂલોનો સઘળો તમે,

ક્રોધ આવ્યો નથી પણ પ્રેમ સદા છલકાયો તમે.


ઉછેરની સાથે સંસ્કારો સિંચ્યા તમે,

ભીના થયેલા લોચનો મારા લૂછ્યા તમે .


નિત્ય સ્નેહની હેલી વરસાવી તમે,

લાડ લડાવી કોડ પૂર્ણ કીધા સર્વ તમે.


ડર નથી હવે મુજને કોઈનો,- પાસે છો તમે,

લીધી છે આશિષ, પ્રેમે દીધી જો તમે.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational