પ્રેમ
પ્રેમ
પ્રેમનાં પથ પર,
લાગણીઓના વનમાં,
ક્યાં ખોવાઈ ગયા આપણે,
જીવનની નવી સૌગાદ લઈને,
વિશ્વાસનો અમીરસ પી લઈને,
ક્યાં ખોવાઈ ગયા આપણે,
ઢળતી સાંજે સૂરજને જોતાં
યાદ આવી ગઈ તમારી વિચારતા,
ક્યાં ખોવાઈ ગયા આપણે,
વિરહ નથી આપણું જીવન,
ખુશીઓની અંદર શોધીને
ક્યાં ખોવાઈ ગયા આપણે.

