STORYMIRROR

Niky Malay

Romance

4  

Niky Malay

Romance

પ્રેમ બંધન પાર

પ્રેમ બંધન પાર

1 min
216

તારી નજરનો જામ છે બંધાયો પ્રેમ થકી,

હું હતો સાવ કોરો કાગળ જીવન રૂપી.


તારા ફરમાનો બની ગયા છે મારા અરમાનો,

દિવસે દહા’ડે જાગતી આંખે ઉડતો ફરું દિવાનો.


તારા વિંટળાયેલા છે તોફાન ઉરે સમાવતો,

તારી યાદોના સહારે હું જીવન વિતાવતો.


મારી નજર ફરે તને શોધતી છે વિહળ ઉડતી,

તને જોયાની યાદ મને હરદમ સતાવતી.


તારું ઠેકાણું ફક્ત છે મારા દિલના ઉંમરે,

પ્રેમ બંધન પાર નહીં ઉતરે સ્વપને સંબંધે. 


શોધવી મારે છે શ્વાસ થકી ભમતી એ ચિનગારી,

પછી ભલે દાઝવું પડે અગ્નિદાહ દીવાનગી.


મર્યા પછીનો પ્રેમ છે કોણે જોયો જગતમાં,

પણ હું જન્મ જન્મ ફેરો ફરતો રહીશ બંધનમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance