STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

પ્રભુમાં ભળી જાઉં

પ્રભુમાં ભળી જાઉં

1 min
197

પતિ ઉવાચઃ

બાસઠમું ચાલ્યું મને શાંતિ ના જણાઈ,

નિવૃત્તિ પછી પણ ટેન્શન ફ્રી ના થવાયું,


આ સાંભળી ને પત્ની બોલી...

એક પછી એક પ્રસંગો ખુશીથી થતાં ગયાં,

આ ઉંમરે હવે તમે આરામથી રહેતા ગયાં,


મને મારૂં કામ ભલું, ને રસોઈમાં નવરાશ ના મળે,

હાથ પગ ચાલે ત્યારે તો જીવન જીવવું સારૂં લાગે,


પતિ ઉવાચઃ

તને પણ સાઈઠે પણ, ના મલે નવરાશ,

ખાટી મીઠી વાતોની, ક્યારે કરશું શરૂઆત !,


પત્ની ઉવાચઃ

આ ઉંમરે ઝપી જાવને, ભગવાનનું નામ લો,

મીઠી વાતોથી હું હવે ભોળવાઈ જાવ નહીં,


મારૂં મન કથા વાર્તામાં, ભજનો ને કિર્તનમાં,

આ ભવ સુધારવા હવે, ભજશું નામ સીતારામ,


પતિ ઉવાચઃ

સાચું કહે છે તું મને, ઈશ્વર સમીપ રહેવા જવું,

ભજન કીર્તન વાંચતા વાંચતા, પ્રભુમાં ભળી જાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama