STORYMIRROR

Pravin Maheta

Inspirational Others

4  

Pravin Maheta

Inspirational Others

પ્રભુ પ્રાર્થના

પ્રભુ પ્રાર્થના

1 min
383

પ્રભુ હું તમારું સુંદર ફૂલ બનું મને કંઠે ધરજે,

આપજે પરિમલ મને હાર બનાવી પ્રભુ ગૂંથજે,


રાખું દયા હું સૌ પર એટલી દયા ઉરમાં લાવજે,

કોઈનાં દુઃખમાં સહભાગી બનું હિંમત આપજે,


સુખ જોઈ અન્યનું પ્રભુ મને તું રાજી રાખજે,

ન, જાઉં કદી પાપનાં પંથે હાથ પકડી વાળજે,


હું બનું માનવપ્રેમી પ્રભુ તું મારો પ્રેમી બનજે,

મારું હૃદય તારું મંદિર છે તેમાં મૂરત બનજે,


ના જોઈએ વૈભવ - વિલાસ તું સર્વેશ્વર બનજે,

ના બંધાવું માયાના બંધનથી તેનાથી દૂર રાખજે,


માંગુ હાથ જોડી પ્રભુજી કૃપાપ્રસાદ તું આપજે,

તું પાલનહાર જગતનો કૃપા દ્રષ્ટિ સદા રાખજે,


ના જાણું આરતી, વંદન, ભાવ - પૂજા માનજે,

મારા અંત સમયે આવી હરિ તું દીદાર આપજે,


સાંભળવી છે ગીતા તારા મુખે તું વક્તા બનજે,

"કવિ" જીવનનો થાક ઉતારવા શાંતિથી ઊંઘજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational