STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ફૂલ બની કોઈનું જીવન મહેકાવો

ફૂલ બની કોઈનું જીવન મહેકાવો

1 min
145

મળ્યો છે મનખા અવતાર તો,

થોડી સત્કર્મોની સુવાસ ફેલાવી દઈએ.

 ખારો દરિયો બનીને શું કરશો ?

ઝરણાંના મીઠા જળ બની,

લોકોની તરસ છીપાવી દઈએ,


મળ્યો છે મનખા અવતાર તો,

સત્કર્મોની સુવાસ ફેલાવી લઈએ.

સૂરજ બનવાના સપના છોડી,

એક દીપક બની લોકોની રાહ રોશન કરી લઈએ,


આખો બાગ ધરી ને શું કરશો ?

મહેકતું ફૂલ બની કોઈનું જીવન મહેકાવી દો,

મહાન નેતા બનવાના સપના છોડી,

એક સામાન્ય માનવી બની,

સામાન્ય માનવી ના,

જીવનમાં પરિવર્તન લાવી દો,

મોંઘા મોતી ને શું કરશો તમે ?

મધદરિયે અટવાયેલી કોઈની નૈયાને,

પાર લગાવી દો..

વાવાઝોડું નષ્ટ કરે આ બાગ બગીચા,

હવાની એક નાનકડી લહેર પૂરા ગુલશનને મહેકાવી શકે,


નાનકડું એક બુંદ પણ મોતી બની શકે,

નાનકડું એક બીજ એક વટવૃક્ષ બની શકે,

બસ આવા નાનકડા સત્કાર્યોથી,

કોઈનું જીવન મહેકાવી દો.

મરતા મરતા જીવવાનો શું અર્થ ?

કરો એવા સત્કાર્યો,

મરીને પણ લોકોના દિલમાં જીવંત રહી જાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational