ફતેહ મેળવવા કામ કર ખાસ તું
ફતેહ મેળવવા કામ કર ખાસ તું
જિંદગીમાં તું કદી થાકીને બેસી ન જતો,
કોઈ પણ સંજોગોમાં હિંમત હારી ન જતો તું,
ખરાબ સમયમાં અપાર ધીરજ રાખજે તું,
ઈશ્વરમાં આસ્થાને ખુદ પર ભરોસો રાખજે તું,
તારા કરેલા કર્મોનું ફળ ચોક્કસ મળશે એવી આસ્થા રાખજે તું,
કરેલી સઘળી મહેનત ફળશે જ એવો વિશ્વાસ રાખજે તું,
હિંમતથી સઘળા સંકટો તારા ટળી જશે,
આમ તારી મહેનતનું ફળ મળી જશે યકીન રાખજે તું,
આજે ભલેને હોય તારા જીવનમાં પાનખર, પણ કાલે પવન આવશે વસંતની લઈને ખબર એવી શ્રદ્ધા જરૂર રાખજે તું,
તારી ધીરજના મીઠા ફળ મળશે તને માટે થોડી ધીરજ રાખજે તું,
તારી મહેનતના મીઠા ફળ મળશે તને માટે અથાગ મહેનત કરજે તું,
ન થાકી હારીને બેસ આમ તું,
બસ મેળવવા ફતેહ કોઈ કામ કર ખાસ તું.
