ફરી પાછા વળ્યાં
ફરી પાછા વળ્યાં
નયનોથી નયનો મળ્યાં,
એકબીજાના સાથ મળ્યાં.
સાથ હતો તો કદર ના થઈ,
જુદા થઈને ધરબાયેલા પ્રેમની જાણ થઈ.
ન રહી શક્યાં અમે એકબીજા વિના,
જ્યારે દિલ પરના ઉઝરડાં રૂઝાયા જરાં.
એ છે જરા નાસમજ, પણ હું થોડો કંઈ નાદાન ?
એની નારાજગીમાં પણ છલકાય પ્રેમ ભારોભાર.
આખરે તો આપણા દિલથી દિલ મળ્યાં,
પ્રિત નીભાવવા કાજે આજે ફરી પાછા વળ્યાં.

