STORYMIRROR

Bhavna Bhatt

Classics

3  

Bhavna Bhatt

Classics

ફોરમ

ફોરમ

1 min
788




ચાલી રજની લઈ તિમીર ને આવી રહી છે ઉષા,

રંગો લઈ સૌન્દર્યથી, ક્ષિતીજ ને ઉજળવા.


વાતો મંદ સમીર વૃક્ષ સઘળાં, ધીરે ધીરે ઝુલતાં,

પૂર્વ દિશા તણી અહીં બધે, ફોરમ ની ભવ્યતા.


શોભતા શૃંગો બધા ગિરિતણા, કંઈ દૂર થી દીસતા,

આચ્છાદિત હિમે થઈ બની રહ્યા રૂપે મઢ્યા બધા.


ખીલ્યા ફૂલ વિવિધ રંગ ધરતા ફોરમ ફેલાવતા,

માળા છોડી ઉડ્યા બધા પક્ષીઓ, કલ્લોલતા, ડોલતા.


નીરખી રોમે રોમ, ઊભરાતો આહલાદક દ્રશ્યથી,

ફોરમ ફેલાઈ દૂર દૂર સુધી મૃદુલ આ ફૂલોની.


લીલી જાજમ પાથરી અહીં બધે એવી દીસે રમ્યતા,

મહેંકી ઉપવનના ફૂલોની ફોરમ થી પ્રસરે ભવ્યતા...


Rate this content
Log in

Similar gujarati poem from Classics