STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics

ફળિયા

ફળિયા

1 min
447

સિમેન્ટના જંગલમાં સોના કરતા મોંઘા ફળીયા,

ગામડાની કેવી અનેરી શાન હતા અનોખા ફળીયા !


હજી જીવે છે મારૂં બચપણ એ અણમોલ ધૂળમાં,

કેટ કેટલી સ્મૃતિઓ સંઘરીને બેઠાં ફળીયા !


ખુલ્લા ખુલ્લા ને ખમીરવંતી ખાનદાનીના એ સાક્ષી,

બંધ ડેલીમાં દિલ ખોલીને કેવા હસતા ફળીયા !


હાકલા, પડાકા, ફડાકા ને કહૂંબાની ઈ સભાઓ,

શૂરવીરોને કેવું શૂરાતન ચડાવતા ફળીયા !


ને હવે ભાંગ્યા ગામડા ને વિસરાઈ એ સંસ્કૃતિ,

વિકાસ ને પ્રગતિના ખપ્પરમાં હોમાયા ફળીયા !


ઉદાસ સંધ્યાએ ઉતર્યા છે અસ્તચળના ઓળા,

ને પછી મેં જોયા આખી રાત પોકે પોકે રોતા ફળીયા !


એક "પરમ" વિરાસત વિસરાઈ ગઈ જીવનની,

હવે શહેરમાં સૌ "પાગલ" થઈને શોધતા ફળીયા !


Rate this content
Log in

Similar gujarati poem from Classics