STORYMIRROR

SHEFALI SHAH

Classics

4  

SHEFALI SHAH

Classics

ફ્લેશબેકમાં

ફ્લેશબેકમાં

1 min
405

રાધાની રાત ગુજરી જાણે આજે એના એ ફ્લેશબેકમાં, 

મોજે ફરતી, હસતી રમતી, કાન્હાના સાથે એ ફ્લેશબેકમાં. 


હવા સાથે વાતો કરતી, કલ્પ્નામાં ખુશ થતી એ ફ્લેશબેકમાં, 

મધુવનમાં જાણે ભ્રમર થઈ ફૂલો ચૂમતી એ ફ્લેશબેકમાં. 


જશોદાને કાન્હાની ફરિયાદ કરી ખુશ થતી એ ફ્લેશબેકમાં, 

જો સજા મળે કાન્હાને તો એકલી રડતી એ ફ્લેશબેકમાં. 


પ્રેમ કરી તૃપ્ત થઈ હતી પણ વહી ગયું એ ફ્લેશબેકમાં. 

મધુવનમાં એકલતા ને રાધા વધી બાકી ગયું એ ફ્લેશબેકમાં. 


ગોકુળ વિદાયની વેળા ફરી વિહ્વળ કરી ગઈ એ ફ્લેશબેકમાં, 

રાધાની રાત ગુજરી જાણે આજે એના એ ફ્લેશબેકમાં. 


Rate this content
Log in

Similar gujarati poem from Classics