Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kruti Raval

Romance Others

3  

Kruti Raval

Romance Others

પહેલી નજર

પહેલી નજર

1 min
156


મળી હતી નજર તમારી જેની સાથે, એ નજર મારી હતી,

સળવળાટ જ્યાં થયો એ દિલની ડગર મારી હતી.


ભૂકંપ આવ્યો દિલમાં ને મનની ભેખડો ધસી પડી,

કંપન જ્યાં થયું એ દિલની દીવાલ મારી હતી,


સુનામી આવી હૃદયમાં ને દિલ એમાં વહી ગયું,

પાણી ભરાયા જ્યાં એ એ આંખોની નહેર મારી હતી,


દુકાળ પડ્યો મનમાં ને મન આખું સૂકાઈ ગયું

મુસ્કાન મળી દુકાળમાં તમારી એ મહેર તમારી હતી,


અતિવૃષ્ટિ એ પ્રેમની ને હું પણ એમાં પલળી ગઈ,

'વ્યક્તિ' એક તણાઈ ગઈ એ ખબર મારી હતી,


ખબર નહિ ક્યારે આ રોગ મને લાગુ પડ્યો

દવા ના એક પણ કામ આવી એ હાલત મારી હતી,


કર્યો જયારે એકબીજાથી આ પ્રથમ પ્રેમનો એકરાર

નહિ છોડીએ સાત જનમ એ શરત આપણી હતી,


થયો આજે દાયકો પણ ઉણપ એમાં આવી નથી

આજે પણ નજર એ જ છે જેમાં તસ્વીર મારી હતી,


ખુબજ ખુશી છે સાથે રહીને એમાં કોઈ શક નથી

ભગવાને જોડી આ બનાવી તકદીર એમાં આપણી છે,


આજે પણ યાદ કરીએ એ પ્રથમ મુલાકાત ને

મુસ્કાન આવે છે આપણા ચેહરા પર, એ જ કમાણી આપણી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance