Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kruti Raval

Others

3  

Kruti Raval

Others

દોસ્ત

દોસ્ત

1 min
190


માંગીને તો ઘણું મળે

વગર માગ્યે આપે ને એ મારો દોસ્ત

મારા શબ્દો તો ઘણા સાંભળે 

મારા મૌનની ભાષા સમજે ને એ મારો દોસ્ત,


રસ્તો બતાવનાર તો ઘણા છે 

 મંઝિલ સુધી મૂકી જાય ને એ મારો દોસ્ત

ખોટા વખાણ તો બધા કરે 

 બે ઝાપટ મારીને સમજાવેને એ મારો દોસ્ત,


જમવાનું નિમંત્રણ તો બધા આપે

મારી જાણ વગર મારો ડબ્બો પૂરો કરે ને એ મારો દોસ્ત,


દિલ ખોલીને તો ઘણા જોડે વાત થાય

વગર વિચાર્યે બોલી શકીએ ને એ મારો દોસ્ત

ખબર પૂછવાવાળા તો ઘણા છે 

'ક્યાં મરી ગયો ?' , એવું કહે એ મારો દોસ્ત

માન આપવાવાળા તો ઘણા છે 

નામ બગાડીને બોલાવે એ મારો દોસ્ત,

 

ઉજાગરા તો ઘણા સાથે કરીએ

ઊંઘમાંથી ઉઠાડીને પૂછે સૂઈ ગયો'તો ? એ મારો દોસ્ત,


સંબંધો તો ઘણા છે

લોહીને પણ ટક્કર મારી જાયને એ મારો દોસ્ત.


Rate this content
Log in