STORYMIRROR

Kruti Raval

Others

3  

Kruti Raval

Others

સુખની તલાશ

સુખની તલાશ

1 min
127

મળતું નથી મને આજે ક્યાંય સુખ અને શાંતિ

કારણ મને સુખની તલાશ છે,


'એસી' માં બેઠો છું પણ ઠંડક નથી વળતી,

કોઠારો ભર્યા છે અન્નના પણ ભૂખ નથી લાગતી,


ગાડીઓમાં ફરું છું પણ મંઝિલ નથી મળતી,

સહપરિવાર જોડે છે પણ મુસ્કાન નથી મળતી,


બાળકોને ફેરવવા છે પણ નવરાશ નથી મળતી,

ચાર રૂમના મકાનમાં મને શાંતિ નથી મળતી,


કારણ મને સુખની તલાશ છે,


મળે જો કોઈને તો આપજો મારા ઘરનું સરનામું,

રાહ જોઉં છું ક્યારે મળશે જેની મને તલાશ છે,


આમ જ ભટક્યા કરે છે માનવી સુખની તલાશમાં,

ને એ જ શોધમાં મળેલું પણ નથી માણી શકતો,


રહે છે રાત દિવસ એક જ વિચારમાં

જે સુખ મળ્યું છે એને પણ નથી જાણી શકતો,


જે મળ્યું છે, જેટલું મળ્યું છે એમાં જ શોધી લો સુખ અને શાંતિ,

નહિ તો આમ જ પતી જશે જિંદગી સુખની તલાશમાં.


Rate this content
Log in