મજા છે
મજા છે
રોજ રોજ કંઈક વાંચ્યા જ કરું છું
ક્યારેક કંઈક લખવાની પણ મજા છે,
કામ તો રોજ કરવાનું જ છે
ક્યારેક ખાલી બેસી રહેવાની પણ મજા છે,
વરસાદમાં તો પલળવાનું ગમે જ છે
ક્યારેક ગમતી વ્યક્તિ સાથે તડકે ફરવાની પણ મજા છે,
ઘરમાં બધા જોડે તો રહેવાનું જ છે
ક્યારેક એકલા રહેવું અને ગમતું કામ કરવાની પણ મજા છે,
સગા, સંબંધીઓ અને સ્વજનો સાથે હસવાનું તો છે જ,
ક્યારેક મિત્રો માટે આંખો ભીની કરવામાં પણ મજા છે,
ડાહ્યા અને શાંત બનીને તો રહેવાનું જ છે
ક્યારેક તોફાની બનવાની પણ મજા છે,
ગાડીઓમાં તો હંમેશા ફરવાનું જ હોય છે
ક્યારેક ગમતી વ્યક્તિ સાથે પગપાળા ચાલવાની પણ મજા છે,
મરવાનું તો એક દિવસ દરેક વ્યક્તિને છે
દરેક પળમાં જિંદગી જીવી લેવી એ જ મજા છે,
જો દરેક ક્ષણને તમે માણી ના શકો તો જિંદગી સજા છે,
પણ હસતા મોઢે દર એક ક્ષણ વિતાવી જાણો તો મજા જ મજા છે.