STORYMIRROR

Kruti Raval

Others

3  

Kruti Raval

Others

મારા મનનો વિચાર

મારા મનનો વિચાર

1 min
210

નથી ગમતું તો પણ રોજ આવ્યા કરે છે

આવી આવીને મને હેરાન કર્યાં કરે છે,


ક્યારેક ભૂતકાળનો, ક્યારેક ભવિષ્યનો અને ક્યારેક વર્તમાનનો

ખબર નહિ કેમ મને હેરાન કર્યાં કરે છે,


ક્યારેક મનગમતો ક્યારેક અણગમતો અને ક્યારેક અતિ ખરાબ હોય છે

ખબર નહિ આ 'વિચાર' કેમ આવ્યા જ કરે છે,


જો હોય એ ખરાબ તો આખો દિવસ બગાડયા કરે છે,

પણ હોય એ સારો તો મહિનાઓ સુધી મુસ્કાન આપ્યા જ કરે છે,


ક્યારેક ખોટા સમયે આવીને પોતાનું ચકડોળ ચલાવ્યા જ કરે છે,

ક્યારેક સાચા સમયે આવીને ભગવાનની યાદ અપાવ્યા જ કરે છે,


એક પછી બીજો અને બીજા પછી ત્રીજો આ ક્રમ ચાલ્યા જ કરે છે,

નથી કોઈ આવકાર તો પણ આ મહેમાન આવ્યા જ કરે છે,


મારો જ આવો હાલ છે કે કોઈ બીજાને પણ આવું થયા કરે છે,

હું જ પરેશાન છું કે કોઈ બીજું પણ પરેશાન થયા જ કરે છે,


સત્ય છે એ તો કે માનવદેહની સાથે જ એ વિદાય લે છે,

બાકી તો માનવીના ખભા પર વેતાળ બની ભમ્યા જ કરે છે.


ખબર નહિ આ "વિચાર" કેમ આવ્યા જ કરે છે.                                    


Rate this content
Log in