ક્ષણ
ક્ષણ
શું કહે છે આ ક્ષણ ?
ન બગાડો એક પણ,
વીતી ગઈ એને યાદ ના કરો
નથી આવી એની ચિંતા ના કરો,
અણગમતી હતી એની ચિંતા ના કરો
મનગમતી હતી એનો અતિરેક ના કરો,
જેમાં કામ પત્યું એમાં ખુશ થાઓ
જેમાં ના પત્યું એમાં ના પસ્તાઓ,
જે સાથે રહ્યા એમનો આભાર માનો
અને જે ના રહ્યા એમનો પણ આભાર માનો,
વર્તમાન ને જ માણી લો
બાકી એ પણ વીતી જશે એ જાણી લો,
ખુશ રહો, ખુશી વહેંચો તમે પણ
બસ એ જ કહે છે જિંદગીની દરેક ક્ષણ.