Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kruti Raval

Inspirational

4  

Kruti Raval

Inspirational

મારી કવિતા

મારી કવિતા

1 min
244


નથી મને કોઈ જ્ઞાન ભાષાનું,

બસ આમ જ કશુંક લખાઈ જાય છે,

એ તો લાગણી છે મારા મનની,

જે મારા શબ્દોમાં ગુંથાય જાય છે.


નથી જડતા ઘણી વખત શબ્દો પણ,

બસ આમ જ કંઇક કહેવાય જાય છે,

હૃદયમાંથી સ્ફુરેલા વર્ણો છે,

જે પંક્તિઓમાં ગુંથાય જાય છે.


નથી કોઈ સંદેશો આપવો મારે,

બસ આમ જ કંઇક બોલાય જાય છે,

ફૂલો ગૂંથેલી વેણીની માફક,

મારા શબ્દો પણ ગુંથાય જાય છે.


ગર્વ છે ગુજરાત અને ગુજરાતી હોવા પર,

બસ આમ જ કહેવાય જાય છે,

સ્વરો, શબ્દો અને લાગણી મળીને,

બસ આમ જ 'કવિતા' લખાય જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational