ફાટફાટમાં
ફાટફાટમાં
જીવને રાખ્યો સદા કેવા ઉચાટમાં.
જંપ ના વાળ્યો કદી મંઝિલની વાટમાં !
પંથ-ખાડાથી ભરેલો તાજગી ભરે.
હોય શું ચાલ્યાપણું સીધા સપાટમાં.
હું હતો પીધા પછી તો તત્વજ્ઞાની પણ,
આ જગે જાણી લીધું કે છે બફાટમાં.
પાનખરનું મૂળ તો છે ખીલવા મહી.
તું જરા રાખે ધીરજ જો ફાટફાટમાં.
આ ગઝલના શ્વાસ છે ખૂણાની સાધના.
તું ય શું આવી ચડ્યો છે બડબડાટમાં.
