પધારો હજી
પધારો હજી
રમત આ ચોપાટની એમનમ પડી છે,
ને પધારો હજી ખુલ્લી ખડકી પડી છે.
વિવાદનો આમ તો કોઇ અંત નથી,
માટે આશ અમે તો સંવાદે મઢી છે.
પૂરું થયું છે આ સંબંધે ન જાણશો,
હજીયે અરમાનોની રાત બચી છે.
લાગે ભલે જો તમને ભૂલ્યા છીએ,
પણ હજી તમારી સુવાસ હૈયે વસી છે.
ને ગયા હશો ભલે તમે કોઇ કારણથી,
યાદો તમારી મનમાંથી ક્યાં ખસી છે ?
સોગઠા આ જીંદગીના પડે અવળા,
અવી આ રમત તમને કેમ ગમી છે ?
ચાલો હવે આ જીદ છોડો ને આવો,
ક્ષણો મજાની હજી જીવને પડી છે.