STORYMIRROR

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

પડશે

પડશે

1 min
187

જેટલું હસ્યાં, એટલું રડવું પડશે,

જીવનમાં સંતુલન, મેળવવું પડશે,


વિતાવી જે પળો, હસતાં હસતાં,

વ્યાજ સહિત એને, ચૂકવવું પડશે,


સાપસીડીની રમત છે આ જિંદગી,

ક્યારેક ઉપર તો ક્યારેક નીચે ઊતરવું પડશે,


જીવી લો મન ભરીને, નહીં મનમાં ભરીને,

હૃદયને પણ ખાલી કરવું પડશે,


મનાવી લો, રૂઠેલાંઓને પ્રેમથી,

કોણ જાણે ક્યારે, અહીંથી જવું પડશે ?


લાગણીઓ ઘવાય તો વસમું પડે છે,

'ચાહત'થી કાયમ રહેવું પડશે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational