પડકાર બનું હું
પડકાર બનું હું
બાળક સાથે બાળ બનું હું,
માતા રૂપી સંભાળ બનું હું,
ખુલ્લી આંખે સપના દેખાડું,
ને સપનાનો આકાર બનું હું.
ટીપે ટીપે છલકાય સરોવર,
અને એમાં મીઠો ક્ષાર બનું હું,
સદ્દગુણોનું વાવેતર કરું છું,
ને માનવતાનો આધાર બનું હું.
કોરી પાટી પર હાથ બની પછી,
આ અક્ષર રૂપી આકાર બનું હું,
શબ્દ શબ્દથી શણગાર સજીને,
સચોટ, સુંદરને ધારદાર બનું હું.
હર ધર્મગ્રંથોનો સાર બનું હું,
આ સમયની ભારોભાર બનું હું,
શિક્ષક છું મારો શિક્ષણ ધરમ છે,
હરેક કષ્ટ સામે પડકાર બનું હું.
