STORYMIRROR

Kalpesh Vyas

Classics Inspirational

4  

Kalpesh Vyas

Classics Inspirational

પાર્થ-સારથિ

પાર્થ-સારથિ

1 min
664

સ્વજનો જ્યારથી, બની ગયા સ્વાર્થી,

તૈયારી યુદ્ધની, થવા લાગી ત્યારથી,


વિજયતિલક થયો, ઊતારી આરતી,

શંખ પણ યુદ્ધનું, ફંકાયુ જોરથી,


મનમાં હતી દ્વિધા, યુદ્ધની સવારથી,

પાર્થ મુંઝાયા હતા, સ્વજનની હારથી,


અતંર્યામી કૃષ્ણને, એ ભનક પડી જ્યારથી,

પાર્થનો રથ હાંકવા, આવ્યા બનીને સારથિ,


શું કૌરવોને દ્રષ્ય, દેખાયું હશે દૂરથી ?

રથ પર સવાર પાર્થ, કૃષ્ણ છે સારથિ,


ભગવદ્ગિતાનો સાર સમજાયો જ્યારથી,

મનમાં જોષ ભરાયો, પાર્થના ત્યારથી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics