Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel (Youtuber)

Tragedy

4  

Rajeshri Patel (Youtuber)

Tragedy

પાપા

પાપા

1 min
280


રૂઠી કુદરતે આપ્યો ક્રૂર આઘાત પાપા,

અણધારી તમ ચિરવિદાય લાગી અસહ્ય પાપા,

નોતું એક પણ દર્દ બાજુમાં તમ હાજરીથી પાપા,

કાશ ! એકલા રેતા પણ શીખવી દીધું હોત પાપા.


તમ છાંયો જ તો હતો મુજ તાકાત ને હિંમત પાપા,

નહીં માનતું આધાતી દિલ જરા ભરોસો તો અપાવો પાપા,

લાડકોડ ઘણા બાકી રહ્યા ને સેવેલા સફળતાના સપના પાપા,

પ્રેમ અઢળક છે અંદર હવે કેમ જતાવું પાપા ?


ગુસ્સામાં પ્રેમભરી વાતો સાંભળવા તલસુ છું પાપા,

વાત નહીં તો ગુસ્સો તો કરો તમ લાડલા પર પાપા,

હાજરી તમ સુરજ જેવી ગરમ જરૂર હતી પાપા,

ગેરહાજરી તો અમાવસ રાત બની ગઈ પાપા.


તમ કારમી વિદાયથી છોડી દીધો મુજ સાથ પાપા,

નહીં જ આવો એ ખબર, બસ યાદ મુકતા ગયા પાપા,

સાચા-ખોટા રસ્તા ભટકું તો રાહ ચીંધજો પાપા,

દિલથી કરું અવાજ બસ આશીર્વાદ આપજો પાપા.


કરીશ પુરા હર સપના મારાં ને તમારા પણ પાપા,

નામ તમથી ઓળખાઈશ એ જ મોટી શોહરત છે પાપા,

મુજ જીદી મંજીલને પણ અપાવીશ કામયાબી પાપા,

હર કદમ પર બસ આશીર્વાદ આપજો પાપા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy