STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Romance Others

4  

ધારા આહીર "પ્રવાહ"

Romance Others

પાનખર છવાઈ છે

પાનખર છવાઈ છે

1 min
409

લાગણીઓ હતી ભરપૂર આજે પાનખર છવાઈ છે,

પ્રીયતમની યાદમાં આંખો રડી, આપી રહી ગવાહી,


દિવસો વીતતા રહ્યાને વળી વીતી અંધારી રાતો છે,

પણ ના વીતી તો એની યાદ એક, જે હૈયે છપાઈ છે,


પગલું ભર્યું મેં જિંદગીની વ્યસ્તતા તરફ ભૂલવા એને,

તોય અંદરોઅંદર કોરી ખાય છે મુજને એકલતા મારી,


સંબંધની ગહેરાઈથી ટકે છે, સંબંધ જે દિલથી બાંધ્યા,

પણ જ્યાં તૂટે છે ત્યાં મનમેળની જ કંઈક હશે ખામી,


છે બધું જિંદગીમાં પણ કંઈક ખૂટતું હોવાનો આભાસ,

મળ્યું બધું પણ તને મળવાની તલબ લાગી છે દિલમાં,


એકમેક લાગણીઓની મઝધારમાં વહેતાં રહ્યા સદા,

વસમી લાગી રહી છે વેળા હવે આ જુદાઈની "પ્રવાહ".


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from ધારા આહીર "પ્રવાહ"

Similar gujarati poem from Romance