પાકકી અમદાવાદી.....
પાકકી અમદાવાદી.....
હું ના બની શકી પાકકી અમદાવાદી,
ના આવડ્યુ મને કોઈની ચાપલૂસી કરતા.
હું ના બની શકી પાકકી અમદાવાદી,
અડધા કપમાં થી અડધી ચા ના પીવડાવી શકી.
હું ના બની શકી પાકકી અમદાવાદી,
ના આવડ્યુ મને લાગવગ લગાવતા.
હું ના બની શકી પાકકી અમદાવાદી,
પોતાનુ જ ઘર બાળી તીર્થ કર્યુ.
હું ના બની શકી પાકકી અમદાવાદી,
બીજાને આગળ વધારી હું પાછળ રહી ગઈ.
ભાવના અમદાવાદમાં તારા વર્ષ એળે ગયા,
ના આવડ્યુ પાકકી અમદાવાદી બનતા...!
