"ઓ ! મારી કવિતા! "
"ઓ ! મારી કવિતા! "
મને જ્યારે જ્યારે લાગ્યું ,
અત્યંત એકલું એકલું એકલવાયું !
મારા જીવનનું માધુર્ય બની,
સુરીલું ગીત તે જ તો ગાયું !
ઓ ! મારી કવિતા !
જ્યાં ને જ્યારે ત્યારે,
મારા દિલના થયા ટુકડા !
આશ્વાસન આપી તેને કેવા તે ?,
ફરી જોડી દીધા રુપકડા !
ઓ ! મારી કવિતા !
મારાથી જરાયે ન રહેવાયું ,
તારા ભાવોને રચ્યા વગર !
હ્દયથી પ્રગટી તું એથી જ ને ?
સાચી મારી રીત હોય અગર !
ઓ ! મારી કવિતા !
મળ્યો નહીં મુજને કોઈ અહીં,
હમસફર સાચો મારો !
બસ ! એટલે જ તો ,
મારા પથ પર એક આશરો જ તારો !
ઓ ! મારી કવિતા !
હું તારી જ રુહ ને,
તું મારી મધુર અવાજ !
અંતરમને મુજને પરિપુર્ણ કરી તું,
‘સ્વપ્નીલ‘ને આમ જ મિજાજે રંગીન સદા નવાજ !
ઓ ! મારી કવિતા !
