Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

4.2  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

નવોઢા

નવોઢા

1 min
221


ઝાકળ જેવી નવોઢા પ્રેમ પર્ણ ઉપર ઢોળાઈ જવાની,
અજાણી આંખલડીમાં પલકો પાછળ સંતાઈ જવાની !

વ્હાલપની ક્ષિતિજે મળે જેમ આકાશ ઝૂકીને ધરતીને,
ભવ્ય ભુજાઓમાં ભાવથી આજ નવોઢા જકડાઈ જવાની !

કુંવારી માટીની જેમ પ્રથમ વર્ષાએ નવોઢા પલળીને,
આજે સર્વ બંધનો તોડીને મન મૂકીને એ તો મહેકી જવાની !

ગમતીલી ગઝલ ગુંફનમાં શબ્દો ગૂંથાઈ ગયા છે જે રીતે,
રગરગમાં નવોઢા આજે સમર્પિત થઈ સમાઈ જવાની !

હકીકત બન્યા સપનાઓ એક અજનબીની પનાહમાં,
અરમાનોના બાગમાં કળી બની નવોઢા શરમાઈ જવાની !

ભૂલી અતીતને હાંફતા બે હૈયાઓ પામશે હળવાશ,
ખુદ વર્તમાન ક્ષણ બની નવોઢા સમય પર ફેલાઈ જવાની !

યુગોના 'પરમ' વિરહ પછી આવી સ્નેહમય સુહાગરાત,
પ્રેમધરા ઉપર નવોઢા 'પાગલ' થઈ પથરાઈ જવાની !


Rate this content
Log in

Similar gujarati poem from Romance