નવો જન્મ
નવો જન્મ
થયો આજે મારો નવો જન્મ,
સુખના મૃગજળ પાછળની આંધળી દોટ છોડી મે તો,
ભીતર ને સમજવા મૂકી દોટ મે તો,
થયો મારો નવો જન્મ,
લાવ લાવની વાવ ખાલી કરી મે,
આપવાની લત લગાવી મે તો,
સરખામણી છોડી મે બીજા સાથેની,
આત્માની ખોજ આદરી મે તો,
નવો જન્મ થયો મારો,
સુખનું સરનામું શોધ્યું મારી ભીતર
ભૌતિક સુખ પાછળની આંધળી દોટ છોડી મે તો,
દુઃખને પણ ઈશ્વરનો પ્રસાદ માની સ્વીકાર્યું મે તો
ઈશ્વરને ફરિયાદ કરવાનું છોડ્યું મે તો,
નવો જન્મ થયો મારો,
હું ,હું જ ના રહી,
સમૂળગી બદલાઈ ગઈ,
નદી જેમ સાગરમાં ભળે એમ મારામાં ભળી ગઈ,
મીરાની જેમ અધ્યાત્મના રંગે રંગાઈ ગઈ.
