નવો જન્મ
નવો જન્મ
હું તો રોજ જન્મુ ને રોજ મરું
રોજ નવું મરણ ને રોજ નવો જન્મ
કોઈના શબ્દોના તીરથી મરુ
તો કોઈના સહકારના મલમથી ફરી જન્મુ
કોઈની અવગણનાંથી મરુ
તો કોઈના પ્રેમથી જીવંત બનું
ક્યારેક ઉદાસીની આગમાં સળગી ભસ્મ થઈ જાઉં
કોઈ હાથ ઝાલે મારો તો ફિનિક્સની જેમ
રાખમાંથી ફરી જીવંત થાઉં
ક્યારેક કોઈ પોતાનું બની આપે નફરતનું ઝેર
તો કોઈ પારકું આવી આપે અમૃતનો પ્યાલો
આમ એક પળે મરુ
તો બીજી પળે જીવંત થાઉં છું
આમ કેટલાય ફેરા એક જ જીવનમાં ફરી લઉં છું
રોજ મરી લઉં છું,રોજ જીવી લઉં છું
આવી રીતે રોજ નવો જન્મ પામી લઉં છું
દુઃખની પાનખરમાં ખરી જાઉં છું
સુખની વસંતમાં નવી કૂંપળ બની
ફરી જીવી જાઉં છું
આમ પર્ણ બની જીવન નાં વૃક્ષ ને શોભાવી જાઉં છું
જીવન સાગર માં ભરતી બનું તો ક્યારેક ઓટ બની
ક્યારેક ઊંચા મોજા બની કિનારે અથડાઈને
મારું અસ્તિત્વ ગુમાવી ફરી સાગર માં વિલીન થાઉં છું
બસ આમ રોજ મરી ને, રોજ જીવંત થાઉં છું
