નવજાત શિશુ
નવજાત શિશુ


કંઈક નવી આશા દિશા સહ જઈશ દુનિયામાં;
મન હરખાયુ કે જઈને જ આપીશ ખુશી મોરી માને.
છોડ આ બંધનથી હે ઈશ્વર, જલ્દી તું મને;
મુક્ત કરી દે દુઃખથી હે ઈશ્વર, જલ્દી મોરી માને.
કરી સહન અપાર વેદના મોરી માએ;
મુંજ તણું જોયું મુખડુ ત્યારે મોરી માએ.
પણ....... લઈ આવ્યો હું બીમારી તણું ઘર;
બદલી ગયું પલભરમાં જ મુખડુ મોરી માનુ.
દુઃખ ભૂલી પોતાનું, ભૂલી એક ઝાટકે ખુશી;
લાગી રિઝવવા ઈશ્વરને, કર રક્ષા મોરા શિશુની.
જોઈ રહ્યો લાચાર થઇને, કરી રહ્યો મહેસૂસ;
નહીં ભૂલું ઉપકાર તણો બદલો, ધન્ય તને મોરી મા.