નવી અંતાક્ષરી 42
નવી અંતાક્ષરી 42
(૧ર૪)
કારેલું હોય ભલે કડવું,
શરીરને રાખે છે નરવું.
સ્વાદે કડવું ગુણે મીઠું,
ગુણથી ન તે કડવું દીઠું.
(૧રપ)
ઠંડી પડે ને મૂળા આવે,
બાળકોનાં મોં મલકાવે.
કાચા ખવાય કરી સાફ,
ન શેકવા ન કરવા બાફ.
(૧ર૬)
ફુલાય ખૂબ ભાદરવામાં,
ભીંડો અભિમાન કરવામાં.
ચોમાસું જાય ને પામે નાશ,
પછી ન રહેતો અવકાશ.
(ક્રમશ:)
