નવી અંતાક્ષરી 38
નવી અંતાક્ષરી 38
(૧૧ર)
રીંગણ દેખાય લીલું-કાળું,
એતો શાક ગણાય શિયાળું.
શિયાળામાં એનાં ખૂબ માન,
રીંગણને તેથી ચડે તાન.
(૧૧૩)
નાનું ટીંડોળું રૂડું કેવું,
શાક તો મોટાં શાક જેવું.
ચોમાસામાં તેનો પડાવ,
ખાઈને એના ગુણ ગાવ.
(૧૧૪)
વાલોળના બે ઉપયોગ થાય,
શેકીને ખવાય શાક કરાય.
શિયાળો આવે ને બને સજાગ,
વધતી જાય ખૂબ તેની માગ.
(ક્રમશ:)
