STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

નવેસરથી

નવેસરથી

1 min
333

રોજ રોજ સવારે નવું જીવન શરૂ કરવાનું નવેસરથી,
જુના હિસાબ પુરા કરી ફરી ફરી ગણવાનું નવેસરથી !

રાતે રાતરાણી ખુશ્બૂ ખંખેરીને સુઈ ગઈ છે પર્ણો સંકોચી,
ને રોજ સવારે પારિજાતને ખીલીને ખરવાનું નવેસરથી !

ખીલવા ને કરમાવાનો ક્રમ રોજ રોજ માળીને નિરખવાનો,
પછી આખે આખા બાગને રોજ શણગારવાનો નવેસરથી !

થાકેલો સૂરજ સુઈ જાય આથમણી ક્ષિતિજનાં ઢોલિયે,
ને રોજ ઉગમણે ફરી ફરી ઝગમગવાનું નવેસરથી !

આજે અંદરથી હળવા કરી ગયા આંસુઓ ખુદ વહીને,
ને હોઠે સ્મિતના તોરણ બાંધી હરખાવાનું નવેસરથી !

અરીસો જોઈ રોજ રોજ એકાંતને હંફાવવાનું હરખથી,
પછી એની યાદોના ફૂલથી ઝખ્મોને પંપાળવાનું નવેસરથી !

સમયના મૈખાનમાં ક્ષણોની શરાબમાં ડૂબીને જીવવાનું,
બૂંદે બૂંદે નવા નશામાં રોજ લડખડાવાનું નવેસરથી !

લાગણીઓનાં પરિધાન પહેરી રોજ આવે અક્ષરો ટેરવે,
પછી મનગમતા શબ્દોને કવિતામાં ઢાળવાનું નવેસરથી !

રોજ "પરમ" તમન્નાઓનો એક હિમાલય હૈયામાં પીગળે,
ને "પાગલ" આંસુઓને અનરાધાર વહેવાનું નવેસરથી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational