STORYMIRROR

Purnendu Desai

Inspirational

3  

Purnendu Desai

Inspirational

નૂતન વર્ષાભિનંદન

નૂતન વર્ષાભિનંદન

1 min
76

આશા, ઉમંગ, આનંદ, જિજ્ઞાસા, વિવેક અને સ્વસ્થતા,

ગર્વ, ખેલદિલી, સ્વીકાર, તંદુરસ્તી, સંતોષ સાથે સ્વચ્છતા,


લાગણી, કરુણા, દયા, વિશ્વાસ, પ્રાર્થના અને કૃતજ્ઞતા,

શાંતિ, ધૈર્ય, ઠહેરાવ, નિર્વિકાર, સાક્ષીભાવની સાથે વિશાળતા,


મહેનત, આત્મવિશ્વાસ, સાયુજ્ય અને રચનાત્મકતા,

સાતત્ય, પ્રગતિ, સમૃદ્ધિ, ઈચ્છાશક્તિની સાથે દ્રઢતા,


બધા જ ગુણોની છે મુજ જીવનમાં અવિરત આવશ્યકતા,

સપ્રમાણ કરું, એનો ઉપયોગ, જ્યારે હો જેની અનિવાર્યતા,


વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ હો કોઈ પણ, હો વિચારોની સકારાત્મકતા,

એ જ તો છે આ નવા વર્ષની 'નિપુર્ણ' ની 'નિર્ધારિતતા'.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational