STORYMIRROR

Jagruti rathod "krushna"

Inspirational

3  

Jagruti rathod "krushna"

Inspirational

નથી સામર્થ્ય

નથી સામર્થ્ય

1 min
142

નથી સામર્થ્ય સૂરજ જેટલું,

છતાં પણ એ સાહસ કરે છે !


આથમતા સૂરજને હામ આપી;

નાનકડો દીવો અંધકારને ઉજાસમાં,

પરિવર્તિત કરી રાતભર સળગી રહે છે !


નસીબ તો ભઈ અશ્વ લાકડાનો,

એ સ્વયં તો ન હલી કે ચલી શકે !

તું જ હલાવ તારા પગ, થઈ જા સવાર,

ઉપાડી તને ઝટ એ દોડશે ભઈ !


કરી લીધું જો લક્ષ્ય નક્કી,

પાછું વાળી કદી ન જુઓ !


દૃઢ નિશ્ચયથી કામે લાગો, 

ઘડી એક પણ ન ચૂકો !


મુકામ હાંસિલ જરૂર થશે,

જુઓ સ્વપ્ન સાકાર કરો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational