નથી જોઇતું કશું .
નથી જોઇતું કશું .
યાદ કાફી છે નથી જોઇતું કશું,
નામ કાફી છે નથી જોઇતું કશું.
રીસને પણ પ્યાર માની જ લઇશું,
વ્હાલ કાફી છે નથી જોઇતું કશું.
જે ગમે તમને તે માંગીલો તમે,
પ્યાર કાફી છે નથી જોઇતું કશું.
જીંદગીની આ સફર છે દોયલી,
સાથ કાફી છે નથી જોઇતું કશું.
આવતી છો ને મુશ્કેલી સામટી,
હામ કાફી છે નથી જોઇતું કશું.
વાત 'જશ' અપમાનની કરવી નથી,
માન કાફી છે નથી જોઇતું કશું.