STORYMIRROR

Jashubhai Patel

Inspirational Others

3  

Jashubhai Patel

Inspirational Others

નથી હોતાં

નથી હોતાં

1 min
22.5K


ખુશીને માથે મોટા શીંગડાં નથી હોતાં,

આભને કદી કોઇ થીગડાં નથી હોતાં.


ફેશન એ ભલે ચલણી સિક્કો હોય,

ધરતી ઢંકાય એવાં લુગડાં નથી હોતાં.


ધમધમતાં લાગે શહેરો આજ બધા,

સાવ જ ઉજ્જડ વગડા નથી હોતા.


લાગે સૌને હંમેશ, હું જ છું સાચો,

મૌન પચાવે એવા ઝઘડા નથી હોતા.


મસ્ત છે સૌ મસ્તીમાં પોતાની 'જશ',

બારાખડીમાં ક્યાંય બગડા નથી હોતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational