STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

નક્કી કરી શકાતું નથી

નક્કી કરી શકાતું નથી

1 min
10

ઘણા લોકો છે અહિયા દિલવાળા,

છતાં પ્રેમ ક્યાંય દેખાતો નથી,

કેટલા છે વફાદારી નિભાવવાવાળા,

તે કદી પણ નક્કી કરી શકાતું નથી.


સો લોકો છે પ્રેમનગરમાં રહેવાવાળા,

છતાં પ્રેમના તરાના સંભાળતા નથી,

કેટલા છે પ્રેમની આરાધના કરવાવાળા,

તે કદી પણ નક્કી કરી શકાતું નથી.


ઘણા લોકો છે પ્રેમને સમજવાવાળા,

છતાં નફરતની જ્વાળા ઠરતી નથી,

કેટલા છે નફરતની આગ ઠારવાવાળા,

તે કદી પણ નક્કી કરી શકાતું નથી.


સૌ લોકો છે પત્થરો-ઠોકરો ખાવાવાળા,

છતાં તેઓ મજનૂ બની શકતા નથી,

ક્યારે પ્રેમની દેવી પ્રસન્ન થશે "મુરલી",

તે કદી પણ નકકી કરી શકાતું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance