STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

નકામો

નકામો

1 min
317

પ્રગતિએ જીવનના અસલી આનંદને સાવ નકામો કરી નાખ્યો,
ખોખલા શબ્દોએ મૌનનાં મહા વૈભવને સાવ નકામો કરી નાખ્યો !

દિવાલમાંથી નીકળવાની કોશિશો રહી સઘળી આંધળા વિકાસમાં,
હવે આંખ વાળાઓએ પણ દરવાજાને સાવ નકામો કરી નાખ્યો !

મંઝીલની પોકળ વાતો પુસ્તકમાં ઠાંસી ઠાંસીને એવી તો ભરી દીધી,
કે કર્મના સરળ, સીધા ને સાદા રસ્તાને સાવ નકામો કરી નાખ્યો !

જુઠા કર્મકાંડની ભરમારની ભીંતોમાં ભટકાવી ભટકાવી માથા,
ખુદની ભીતર જવાના, હર ધર્મને જ સાવ નકામો કરી નાખ્યો !

ઔપચારિકતા ને ખોટા અતિરકથી ઊંચા જ ન આવ્યા કદી આપણે,
ને સોના જેવા મૂલ્યવાન સ્નેહ સંબંધને સાવ નકામો કરી નાખ્યો !

ભૌતિક સુવિધાઓની ભરમારમાં પંપાળતા રહ્યા સુખની આશાઓ,
થાક ન લાગે એની પરોજણમાં પ્રવાસને સાવ નકામો કરી નાખ્યો !

મનઘડંત છત્રીઓ ને રેઈનકોટ ઓઢીને ભીંજાવાથી બચતા રહ્યા,
આવી જ હરકતોથી હળવે હળવે વરસાદને સાવ નકામો કરી નાખ્યો !

અરીસામાં પ્રતિબિંબ દેહના "પરમ" શૃંગારનું, છે ભાસ વાસ્તવિકતાનો,
"પાગલ" કરે એવી સાદગીએ અરીસાને સાવ નકામો કરી નાખ્યો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational