STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

નજરથી નજર મળી

નજરથી નજર મળી

1 min
416

નજરથી નજર મળીને આંખો ઢળી,

જાણે એવું લાગ્યું સરિતા સાગરમાં ભળી !


હોંઠ ખામોશ રહ્યા ને,

હૈયાની વાતોને લીધી અમે કળી,


માગેલું મળી ગયું ઝંખેલું જડી ગયું,

જાણે પ્રાર્થના અમારી ફળી !


જાણે મળી ગયો કુબેરનો ખજાનો !

કિસ્મત ઊઠી અમારી ઝળહળી,


હતા રણની રેત જેમ શુષ્ક અમે તો,

બસ પ્રેમે એના અમે ગયા પલળી,


અજાણ્યા હતા સાવ અમે તો,

સાગર સરિતાની જેમ એકમેકમાં ગયા અમે ભળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance