નજર નજરમાં ફેર છે
નજર નજરમાં ફેર છે
આંખ આપણી સરખી,
પણ નજર આપણી જુદી છે,
તું કહે છે દુઃખ આવ્યું,
હું કહું છું ભીતર પડેલ અણમોલ ખજાનાની ચાવી મળી,
તું કહે છે સૂરજ ઊગ્યો,
હું કહું છું નિરાશાનો અંધકાર ભાગ્યો,
નીત નવા ઉમંગ અને નવા સંદેશા લાવ્યો,
તું કહે છે સાંજ ઢળી,
હું કહું છું આકાશે સૂરજે રંગોળી પૂરી,
જાણે કોઈ નવી નવેલી નવોઢા એ કેસરી કલરની ચોલી પહેરી,
તું કહે છે પાનખર આવી,
પીળા પાનથી વૃક્ષની દોસ્તી તૂટી,
હું કહું છું વૃક્ષો એ નિરાશા ખંખેરી,
આશાન
ી નવી કૂંપળ ફૂટી,
તું કહે છે આખોયે સમંદર ખારો છે,
હું કહું છું મોતી આપે એ સમંદર મારો છે,
તું કહે છે અમાસની અંધારી રાત છે
હું કહું છું તારલાભરી આ રાત છે,
દીપકના અસ્તિત્વને સમજવાની આ વાત છે,
તું કહે છે કવિતા છે,
હું કહું છું અદ્રશ્ય વેદનાને શબ્દાંકિત કરવાની એક કળા છે,
તું કહે છે મંદિર મસ્જિદમાં દાન આપી
ઈશ્વરને ખુશ કરી લઉં,
હું કહું છું ઘરે બેઠા માત પિતાને દિલથી ખુશ કરી લઉં,
આંખો તો આપણી સરખી,
પણ નજર બધાની અલગ છે.