STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

નિયતિ આ તારા કેવા ખેલ છે

નિયતિ આ તારા કેવા ખેલ છે

1 min
372

નિયતિ તારા આ કેવા ખેલ છે !

કોઈની પાસે રહેવા ઘર નથી,

તો કોઈની પાસે મોંઘા મહેલ છે,


કોઈની પાસે ગુજારો કરવા એક પૈસો નથી,

તો કોઈની પાસે વાપરી ન શકે એટલા પૈસાની રેલમછેલ છે,


ગુનેગાર કરે મજાની મોજમજા,

નિર્દોષને પડતી અહી જેલ છે,


મહેનત કરનાર ને કશું મળતું નથી ને,

આ ચોરો ને લીલા લહેર છે,

નિયતિ તારા આ કેવા ખેલ છે !


આપજે મહેનત કરનારને એના હક્કનું,

એને ક્યાં તારી પાસે મહેલો માગેલ છે !

કરે તો શું બિચારો માનવી ?

તું આપ એ સ્વીકાર્યા સિવાય બીજો ક્યાં કોઈ ઉકેલ છે !


બે ટંકનો રોટલો રળવા એ મેલા કરે હાથ છે,

તોય પ્રયાસો થાય એના બધા ફેલ છે,

નિયતિ આ બધા કેવા તારા ખેલ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational