STORYMIRROR

Alpa Vasa

Inspirational

4  

Alpa Vasa

Inspirational

નગર

નગર

1 min
457

ગામડા પણ ક્યાં ગોત્યા રહ્યા હવે?

ઓઢી શહેરનો આંચળો એ બેઠા હવે.


કેમ કરીને શોધશો પ્રીત એમાં હવે?

પ્રીત થઈ પલાયન ત્યાં પણ હવે.


ગામ શહેરનું સાખ્ય પણ વધ્યું હવે,

હતી પાતળી ભેદ રેખા ભુંસાઈ હવે.


લઈ વિનય વિવેક ગામના હવે,

શહેરમાં સંસ્કૃતિ લાવી બતાવો હવે.


રહી ગામમાં એક ડગલું ભરીએ હવે,

જઈ શહેરમાં એક ડગલું હટીએ હવે.


બસ,

મધ્યમાં રહી પરંપરા ટકાવીએ હવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational